ભારતને 3 મહિનામાં 3 નવા ચીફ જસ્ટિસ મળશે

Gujarat Fight

વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટના ન્યાયિક ઇતિહાસમાં અલગ રીતે નોંધાવવા જઇ રહ્યો છે. દેશને મહિનાની અંદર મુક્ય 3 નવા ન્યાયાધિશ મળવાના છે. આ પહેલાં 1991મા આવુ બન્યુ હતુ. હાલના ચીફ જસ્ટિસ એનવી રમન 26 એપ્રિલના રોજ રિટાયર્ડ થવાના છે, જે બાદ જસ્ટિસ ઉદય યૂ. લલિત મુખ્ય ન્યાયાધીશ બનશે. જેમનો કાર્યાલય લગભગ 2 મહિના સુધી રહેશે.

8 નવેમ્બરનાં રોજ ઉદય યૂ. લલિતના રિટાર્યડ બાદ જસ્ટિસ ધનજંય વાઇ. ચંદ્રચૂડ તેમનું સ્થાન લેશે. તે લગભગ 2 વર્ષ સુધી તેમના સ્થાન પર કાર્યરત રહેશે. આ રીતે 76 દિવસોના અંતરાલમાં દેશને 3 નવા ચીફ જસ્ટિસ જોવા મળશે. એક રિપોર્ટ પ્રમાણે જોવા જઇએ તો આ પહેલાં 1991 નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 3 ચીફ જસ્ટિસ બન્યા હતા.

3 મહિનામાં 3 દેશોના મુખ્ય ન્યાયાધીશનો આ બીજો મામલો હોઈ શકે છે, પરંતુ એક વર્ષમાં 3 CJIની ઘણી વખત નિમણૂક કરવામાં આવી છે. 1954થી શરૂ થયેલી આ શ્રેણી 2017 સુધી જોવા મળી છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ માટે કોઈ લઘુત્તમ કાર્યકાળ નક્કી નથી. ન્યાયાધીશો વરિષ્ઠતાના આધારે આ પદ પર પહોંચે છે અને 65 વર્ષની ઉંમર સુધી રહે છે.

જસ્ટિસ રંગનાથ મિશ્રા 24 નવેમ્બર 1991ના રોજ CJI તરીકે નિવૃત્ત થયા.

જસ્ટિસ કમલ નારાયણ સિંહે આ પદ સંભાળ્યું, પરંતુ તેઓ દેશના આ સૌથી મોટા ન્યાયિક પદ પર માત્ર 17 દિવસ જ રહ્યા.તેમના નામે સૌથી ટૂંકા કાર્યકાળનો રેકોર્ડ છે.

જસ્ટિસ કમલ નારાયણ સિંહની નિવૃત્તિ પછી, જસ્ટિસ એમએચ કાનિયાએ 13 ડિસેમ્બર 1991ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *