રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઈંધણની વધતી કિંમતો અને ખાદ્યન્નમાં અછતના કારણે પેદા થઈ રહેલા ખાદ્ય સંકટ વચ્ચે ભારતે પોતાના સરપ્લસ અનાજથી મદદની રજૂઆત કરી છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારામણએ WTOના એક અધિકારી સામે આ મુદ્દાને ઉઠાવતા એ પણ કહ્યુ છે કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશોને અનાજ નિકાસ કરવામાં WTOની સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નાણા મંત્રીની આ ચિંતા પર પ્રતિક્રિયા આપતા WTOના મહાનિર્દેશકે વિશ્વાસ અપાવ્યો કે સંગઠન આ મુદ્દાને જોઈ રહ્યો છે અને જલ્દી જ આને ઉકેલી લેશે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સંધૂએ કહ્યુ કે યુએસએ અનાજને લઈને ભારત પાસે મદદ માગી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આ મુદ્દો આઈએમએફ દ્વારા અમેરિકામાં આયોજિત સ્પ્રિંગ બેઠકમાં ઉઠાવ્યો હતો.

નાણા મંત્રીએ કહ્યુ કે હુ આ વાતને લઈને ઘણો સકારાત્મક છુ કે આ મામલે ડબ્લ્યુટીઓની પ્રતિક્રિયા ઘણી સંતોષજનક હતી. મને લાગે છે કે અમે એક દાયકા જૂના તે પ્રતિબંધોને તોડવામાં સફળ થઈશુ જેના કારણે ભારત પોતાના સરપ્લસ કૃષિ ઉત્પાદોની નિકાસ કરી રહ્યુ નથી. આનાથી ખેડૂતોને પણ શ્રેષ્ઠ નફો મળશે. તેમણે કહ્યુ કે યુક્રેન સંકટની વચ્ચે ભારતે ખાદ્ય ઉત્પાદનોની નિકાસ અને ઉત્પાદનમાં તક જોઈ છે. તેમણે કહ્યુ કે સમગ્ર પ્લેનરીએ આ વાત પર સંમતિ વ્યક્ત કરી વિશ્વમાં ખાદ્ય સંકટ ચાલી રહ્યુ છે અને ભારત જેવા દેશ જે આ સંકટમાં તરત મદદ કરી શકે છે તેમને ડબ્લ્યુટીઓ સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.