ભરૂચમાં પાંચ વર્ષની બાળકી ઉમ્મી હબીબાએ રોઝો રાખી ખુદાની બંદગી કરી સંદેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી હતી. ભરૂચના ફુરજા વિસ્તારમાં રહેતી ઉમ્મી હબીબા સલામ મલેકની પાંચ વર્ષીય દીકરીએ રમઝાન માસ દરમિયાન રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી દેશ અને દુનિયામાં અમનની સાથે ભાઈચારો બની રહે તે પ્રકારની દુઆઓ ગુજારી હતી.

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રોઝો રાખી ખુદાની બંદગી કરતા હોય છે. મળસ્કે સહેરી કરી શરૂ થતો રોઝો સાંજે સુર્યાસ્ત સુધી એટલે કે 15 કલાક જેટલો ચાલે છે. નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી સતત 15 કલાક જળ, અન્નથી દૂર રહી સાંજના સમયે તેઓ ઇફ્તાર કરી રોઝો છોડતા હોય છે.