ભરૂચના સનરાઇઝ પાર્કના કમ્પાઉન્ડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતાં ફાયર ફાયરો સ્થળ પર દોડી આવ્યાં હતાં. આગની લપેટમાં આવી જતાં બે વાહનો બળીને ખાખ થયાં હતાં. આજે ગુરૂવારનો રોજ બપોરના સમયે ભરૂચ શહેરમાં આવેલા સનરાઇઝ પાર્કના કમ્પાઉન્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

આગની ઘટનાને પગલે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બે વાહનો ભળકે બળવા લાગ્યા હતા. આગને કારણે રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.