બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સામે સંસદગૃહમાં પોર્નફિલ્મ જોવાનો આરોપ લાગ્યો હતો. બોરિસ જ્હોન્સને આ સાંસદ સામે પગલાં તપાસનો આદેશ આપ્યો છે. બ્રિટનમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સામે ચાલુ સંસદગૃહમાં પોર્ન ફિલ્મો જોવાનો આરોપ લાગ્યો છે. એ સાંસદની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એ મામલે ભારે વિવાદ સર્જાયો છે. બ્રિટનમાં આ સાંસદ સામે પગલાં ભરવાની માગણી ઉઠી છે. એ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને તે બાબતે સવાલો કરવામાં આવ્યા હતા.

બ્રિટિશ વડાપ્રધાને કહ્યું હતું કે કામકાજના સ્થળે પોર્નફિલ્મો જોવાની ચેષ્ટા બિલકુલ યોગ્ય નથી. તમે કોઈ પણ નાનું-મોટું કામ કરતા હોય, તો પણ કામકાજના સ્થળે આવું વર્તન ચલાવી શકાય નહીં. આરોપી સાંસદ સામે યોગ્ય પગલાં ભરાશે. બ્રિટિશ સંસદસભામાં પોર્ન જોતાં પકડાયેલા સાંસદનું નામ જાહેર થયું નથી, પરંતુ આ મુદ્દે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે. બ્રિટનમાં આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી થવાની છે. તે પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદની આ હરકતથી સત્તાધારી પાર્ટીની ભારે બદનામી થઈ છે. લોકોએ સોશિયલ મીડિયામાં પણ પાર્ટીના કલ્ચરની ઝાટકણી કાઢી હતી અને સાંસદ સામે પક્ષ કડક પગલાં ભરે તેવી માગણી ઉઠી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.