એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લંડન બેસ્ડ પૉપ્યુલર ઇન્ડિયન સિંગર જેમને Stereo Nation ના નામે પણ ઓળખાતા તરસેમ સિંહ સૈનીનું નિધન થઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે 29 એપ્રિલ 2022 માં લંડનમાં સિંગરનું 54 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે.

પ્રખ્યાત સિંગર તરસેમ સિંહ હર્નિયા નામની બીમારીથી પીડાતા હતા. તે પાછલા 2 વર્ષથી આ બીમારી સામે લડી રહ્યાં હતા., અને કોમામા પણ જતા રહ્યાં હતા. શરુઆત કરિયરમાં જ સિંગરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. તેમના સોન્ગ નાચેગે સારી રાત, પ્યાર હો ગયા, ગલ્લા ગોરીયા જેવા સોન્ગ પોપ્યુલર થયા હતા. સિંગર taz ના નામથી પણ ઓળખવામાં આવતો હતો. તેમણે પોતાનું સિગિંગ કરિયરની શરુઆત ક્રોસ કલ્ચર એશિયન મ્યુઝિકની સાથે કરી હતી.
90S માં આવેલા બેન્ડ સ્ટીરિયો નેસનના તે લીડ સિંગર હતા. બોલીવુડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જેમ કે, કોઇ મિલ ગયા, તુમ બિન, બાટલા હાઉસના ગીત ગાયા છે. સિંગરના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી છે. બધા જ સિંગર સોશિયલ મીડિયા દ્વારા તેમને યાદ કરીને શ્રદ્ધાજંલી આપી રહ્યાં છે.