ઉનાળાની ઋતુમાં સૌથી વધુ સમસ્યા જો કોઈ રહેતી હોય તો તે છે ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા.ઉનાળામાં વાતાવરણનું તાપમાન એકદમ ઊંચું રહે છે અને તેના કારણે શરીરમાં પરસેવાનું પ્રમાણ વધી જાય છે. તે તમારા શરીરમાં અનેક પ્રકારના કીટાણું ઉત્પન્ન કરે છે અને તેના કારણે ત્વચા લાલ થઇ જવી, ટોનિંગની સમસ્યા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. જો તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને ગરમી સામે રક્ષણ મેળવવા માટેની અમુક વિશેષ ટિપ્સ વિશે જણાવીશું.

જો તમે ઉનાળામાં ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો તેના માટે તમે હોમમેઇડ ફેસ પેક્સનો ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ ફેસપેક તમને સ્કિન ટેન, બળતરા, ફોલ્લીઓ અને લાલાશ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત આપશે. સૌથી પહેલા ધોયેલા ફુદીનાના પાનની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં ૨ ચમચી મુલતાની માટી ઉમેરો. તેને તેમાં સારી રીતે મિક્સ કરી લો. આ ફેસપેકને તમારા ફેસ અને ગરદન પર લગાવો. જ્યાં સુધી આ ફેસપેક સુકાઈ ના જાય ત્યાં સુધી તેને રહેવા દો અને ત્યારબાદ તેને ધોઈ લો. આ ફેસપેક ત્વચાના વધુ ઓઇલ ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.