બેસ્ટ ફિનિશર : સર જાડેજા મેદાન વચ્ચે માહીને પગે લાગ્યા

Gujarat Fight

IPL 2022ની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. CSKને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. CSKને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને ચેન્નઈને મેચ જિતાડી દીધી હતી. તેણે 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા.

આ દરમિયાન કોમેન્ટેટરે પણ કહ્યું કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ તો બીજી બાજુ સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી ધોનીને પગે લાગ્યા હતા. ચેન્નઈને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. આ દરમિયાન એમએસ ધોની અને ડ્વેન પ્રિટોરિયસ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે આ ઓવર મુંબઈનો જયદેવ ઉનટકટ કરી રહ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઈનિંગ જોઈને સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં જાડેજા મુંબઈના પ્લેયર વચ્ચે જ ધોનીને પગે લાગ્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *