બિહારના રોહતાસના ચેનારી વિસ્તારના સિંહપુર ગામમાં પ્રેમ સંબંધના આરોપમાં એક મહિલાને થાંભલા સાથે બાંધીને માર મારવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે 3 બાળકોની મા પર તેમના પતિએ પ્રેમ સબંધનો આરોપ લગાવ્યો હતો. મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસ સ્ટેશનના વડાની હાજરીમાં બંને પક્ષની વાત સાંભળ્યા બાદ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ ગામમાં પહોંચ્યા બાદ પતિ અને તેમના પરિવારજનોએ ગામલોકોની હાજરીમાં મહિલાને વીજળીના થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

આ મામલે પોલીસે તરત કાર્યવાહી કરીને મહિલાના પતિ દીપક રામ, સસરા શિવપૂજન રામ સહીત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસને સૂચના મળી કે એક મહિલા સાથે મારપીટ કરવામાં આવી રહી છે તેથી તેઓ તરત જ પોલીસ ટીમ સાથે પહોંચ્યા અને મહિલાને મુક્ત કરી હતી. મળતી માહિતી પ્રમાણે દરવાજા પાસે જ વીજળીના થાંભલા સાથે બાંધીને તેમને માર મારવામાં આવી રહ્યો હતો. મહિલા 3 બાળકોની મા છે.
રોહતાસના એસપી આશિષ ભારતીએ જણાવ્યું કે, પોલીસને સૂચના મળી કે, એક મહિલાને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો છે તો ઝડપી કાર્યવાહી દરમિયાન મહિલાને મુક્ત કરવામાં આવી હતી અને આ કેસમાં દીપક રામ, શિવ પૂજન રામ, કેદાર રામ, ધીરેન્દ્ર રામ અને નરેન્દ્ર રામની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રોહતાસ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આવા ગુના કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.