બિહારમાં યોગીનું યુપી મોડલ (Yogi Model) દેખાવા લાગ્યું છે. ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ અપરાધિયોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. લખીસરાયમાં ફરાર આંતરરાજ્ય ગાંજા તસ્કરના ઘરે આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ અપરાધિયોના ઘરો પર બુલડોઝર ચલાવવા લાગ્યા છે અને તેનો નજારો આજે લખાસરાયમાં પણ જોવા મળ્યો હતો. જિલ્લાની બડહિયા પોલીસે ગાંજા તસ્કરીના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આંતરરાજ્ય ગાંજા તસ્કરના ઘરે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બડહિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુરના રહેવાસી રોશન કુમાર અને મૌસમ કુમાર પર NDPS સહિત અન્ય ઘણા કેસ નોંધાયેલા છે જેમાં તેઓ ફરાર છે. પોલીસે ઘર પર અગાઉથી જ નોટિસ ચોંટાડી દીધી હતી. કોર્ટના આદેશ પર એએસપી સૈયદ ઈમરાન મસૂદના નેતૃત્વમાં બડહિયા એસએચઓ સંજય કુમાર સિંહ અને મોટી સંખ્યામાં પોલીસ દળ સાથે તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ દળ સાથે બુલડોઝર પહોંચતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાં બુલડોઝર મોડલની ચર્ચા થવા લાગી કારણ કે, હાલમાં બિહારમાં યુપીનું બુલડોઝર મોડલ ખૂબ ચર્ચામાં છે.
જોકે, પોલીસ અધિકારીનું કહેવું છે કે, મજૂરોના બદલે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બીજી કોઈ વાત નથી. ઘટના સ્થળ પર હાજર એએસપી સૈયદ ઈમરાન મસૂદે જણાવ્યું કે, આતંરરાજ્ય ગાંજા તસ્કર રોશન સિંહ અને મોસમ કુમાર ફરાર છે તેથી કોર્ટના આદેશ પર તેમના ઘરોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેસીબીથી ઘરનો પ્રવેશ દ્વાર અને બારી ઉખાડી નાખવામાં આવી છે ત્યારબાદ ઘરમાં રાખેલા સામાનને જપ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસ ધરપકડનો પણ પ્રયત્ન કરી રહી છે. ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.