‘બાલિકા વધુ’ સિરિયલથી જાણીતી અભિનેત્રી અવિકા ગોરને આખરે બોલિવુડમાં એન્ટ્રી મળી છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘૧૯૨૦ઃ હોરર ઑફ ધી હર્ટસ’ માટે પસંદ કરવામાં આવી છે. આ જાહેરાત ખુદ વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર કરી છે. અવિકા ગોરને ‘બાલિકા વધુ’માં આનંદીની બાળ ભૂમિકાથી પ્રસિદ્ધિ મળી હતી. બાદમાં યુવાવસ્થામાં તેને ‘સસુરાલ સિમર કા ‘ સિરિયલમાં રોલીનો યાદગાર રોલ મળ્યો હતો.
જોકે, તે પછી અવિકા તેલુગુ ફિલ્મો તરફ વળી ગઈ હતી. ત્યાં તેણે સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તે ટીવી રિયાલિટી શોમાં દેખા દેતી રહે છે. તે કઝાખનિસ્તાનની એક ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. વિક્રમ ભટ્ટન ી નવી ફિલ્મના લેખક મહેશ ભટ્ટ છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમ ભટ્ટનાં પુત્રી ક્રિષ્ણા ભટ્ટ કરવાનાં છે.

અવિકાને બોલિવુડમાં એન્ટ્રી મેળવવા બદલ તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાનીએ અભિનંદન આપ્યાં હતાં. મિલિંદને લખ્યું હતું, વાહ માય લવ અભિનંદન, મને ખાતરી છે કે તું બહુ સારું કામ કરીશ. અવિકાએ આ શુભેચ્છાનો પ્રતિઘોષ પાડતાં લખ્યું હતું, થેંક્સ બેબી.
મહેશ ભટ્ટ કેમ્પમાંથી અનેક નવા કલાકારોને તક મળી છે. એ રીતે અવિકા માટે આ મોટો બ્રેક ગણાય છે. જોકે, ટીવી ઇંડસ્ટ્રીમાંથી આવેલા બહુ ઓછા કલાકારો બોલિવુડ ફિલ્મોમાં સફળ થઇ શક્યા છ. જોકે, અવિકા માટે હિંદી ફિલ્મો સાવ નવી પણ નથી. તે આ અગાઉ બે-ત્રણ હિંદી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરી ચુકી છે.