સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’એ બોક્સ ઓફિસ પર દબદબો જાળવી રાખ્યો છે. મચાવ્યો છે. ફિલ્મ જે ગતિએ કમાણી કરી રહી છે, તે જોતા લાગી રહ્યું છે કે તે કમાણીનો નવો જ કીર્તિમાન સ્થાપશે. ફિલ્મના હિંદી વર્ઝને 200 કરોડ ક્લબમાં એન્ટ્ર તો કરી લીધી હવે સપ્તાહમાં 250 કરોડનો આંક પાર કરી લેશે. સાથે આમિર ખાનની ‘દંગલ’ના લાઇફટાઇમ બિઝનેસને પાછળ મૂકી દેશે તેમ માનવામાં આવી રહ્યું છે. ‘દંગલ’એ ભારતમાં 387.38 કરોડની કમાણી કરી હતી.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું, ‘KGF 2’ અનસ્ટોપેબલ. કામના દિવસોમાં પણ સારી કમાણી કરી. ગુરુવાર, 53.95 કરોડ, શુક્રવારે 46.79 કરોડ, શનિવારે 42.90 કરોડ, રવિવારે 50.35 કરોડ, સોમવારે 25.57 કરોડ મંગળવારે 21 કરોડની કમાણી કરી. ફિલ્મે 6 દિવસમાં 240.56 કરોડની કમાણી કરી છે. આમ રિલીઝના 6ઠ્ઠા દિવસે પણ 20 કરોડથી વધુના કલેક્શનનો આંકડો જાળવી રાખવો બહુ મહત્વની વાત છે.
ફિલ્મનું બુધવાર અને ગુરુવારનું કલેક્શન આજ રેન્જમાં રહ્યું હતું. સપ્તાહમાં કેજીએફ 260 કરોડના આંકડાને પાર કરી લેશે. જ્યારે તેના મૂળ વર્જન કન્નડની વાત કરીએ તો 6ઠ્ઠા દિવસે આશરે 6 કરોડની કમાણી કરી. તે સાથે કન્નડમાં કુલ 86 કરોડનું કલેક્શન કરી લીધુ છે. તમિલ અને તેલુગુ વર્જનમાં પણ ફિલ્મે આટલી જ કમાણી કરી છે. કેજીએફ2ના વર્લ્ડ વાઇઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલાં પાંચ દિવસમાં જ 625 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી લીધી છે. તેથી ટ્રેડ પંડિતો તેના 1000 કરોડના આંકની આશા લગાવી રહ્યા છે.