IPL 2022માં મુંબઈ અને ચેન્નઈની મેચ દરમિયાન ઘણી રસપ્રદ ઘટનાઓ સામે આવી હતી. તેવામાં ચેન્નઈના બોલર બ્રાવોએ પોતાની ઓવરમાં એવો થ્રો કર્યો કે MIનો પોલાર્ડ માંડ-માંડ બચ્યો હતો. આ જોઈને બ્રાવોએ પણ માફી માગી પરંતુ પોલાર્ડ તરત એની પાસે જતો રહ્યો હતો. જોકે બંને વિંડિઝના હોવાથી ભાઈબંધીનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો.

મુંબઈનો પોલાર્ડ જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બ્રાવોની ઓવરમાં એક સમયે બંને સામ સામે આવી ગયા હતા. ડ્વેનની બોલિંગ પર પોલાર્ડે શાનદાર ડિફેન્સ શોટ રમ્યો. ત્યારપછી બ્રાવોએ ઉત્સાહમાં આવી બોલ વિકેટ કીપર પાસે થ્રો કર્યો હતો. પરંતુ એ પોલાર્ડના એટલા નજીકથી ગયો કે બે ઘડી તેણે બેટ વડે શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો.
મુંબઈનો બેટર ત્યારપછી બ્રાવો સોરી બોલે એની સાથે જ નજીક જઈને તેને ભેટી પડ્યો હતો. એટલું જ નહીં પોલાર્ડે બ્રાવોના માથા પર કિસ કરીને બંનેની મિત્રતાનો પણ પરચો આપી દીધો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કિરોન પોલાર્ડે બુધવારે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારપછી મુંબઈ અને ચેન્નઈની મેચ દરમિયાન પોલાર્ડ અને બ્રાવો મેદાનમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.