
મોંઘા ડીઝલના કારણે મોટી નુકસાની સહન કરી રહેલા માછીમાર ઉદ્યોગ માટે ઓઇલ કંપનીઓએ માછીમારો માટેના ડીઝલના ભાવમાં રૂપિયા 12.54નો ઘટાડો કર્યો છે. જોકે, હજુ પણ બજાર ભાવ કરતાં માછીમારોને મળતા ડીઝલનો ભાવ 3 રૂપિયા મોઘું હોવાનું સામે આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રીટેઇલ બજારમાં ડીઝલ 100 રુપિયા જ્યારે માછીમારોને મળતા ડીઝલના ભાવ 115 થી 116 પહોંચ્યા હતા. જેના કારણે પોરબંદરની 80 ટકા બોટોને ચાલુ સિઝને પણ બંદરે લાગંરી દેવામાં આવી હતી. જોકે, હજુ પણ વધારે રાહત મળે તેમ બોટ માલિકો અને માછીમારો ઈચ્છી રહ્યા છે.
બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું કે, આજે ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કરાયો તેને અમે આવકારીએ છીએ પરંતુ આ ભાવ ઘટોડો અમને માન્ય નથી. હજુ વિશેષ છુટ સરકારે આપે તે માટે અમારી લડત ચાલુ રહેશે. ડીઝલના ભાવમાં હજુ પણ ઘટાડો થવો જોઈએ. બે મહિનાથી માછીમારોને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. તેથી હજુ અમને વધુ વિશેષ છુટ મળવી જોઈએ. સરકાર આ બાબતે તાત્કાલીક હજુ પણ ભાવ ઘટાડો કરે તેવી અમારી માંગ છે. તેમજ બજારમાં હાલ ડીઝલનો જે ભાવ ચાલે છે તેનાથી પણ અમને બેથી ચાર રૂપિયા ઓછો ભાવ રહે તેવી અમારી માંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.