પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ 28 વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે

Gujarat Fight

ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ બીજીવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. તે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની થનારી પત્નીનું નામ બુલબુલ સાહા છે. બુલબુલની ઉંમર 38 વર્ષની છે એટલે કે તે અરૂણ લાલથી 28 વર્ષ નાની છે. અરૂણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનને ઘણા જૂના મિત્રો છે. અરૂણ લાલે લગ્નની કંકોત્રી છપાવી અને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં રાખવામાં આવ્યા છે.

લગ્નમાં મોટા રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અરૂણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ એકબીજાની સંમતિથી સાથે મળીને છૂટાછેડા લીધા છે. સુત્રો અનુસાર રીના ઘણા સમયથી બીમારીથી પિડાઈ રહી છે. તેણીની મરજીથી જ અરૂણ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. અરૂણ અને બુલબુલે એક મહિના અગાઉ ઈન્ગેજમેન્ટ કરી હતી અને તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.

અરૂણ લાલનો જન્મ 1 ઓગસ્ટ 1955ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમના લગ્નમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે. અરૂણ લાલને 2016માં કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ કમાન સંભાળ્યું હતું.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *