પાલનપુર : ચોરીની આશંકાએ બાળકને મસ્જિદમાં ઊંધો લટકાવ્યો

Gujarat Fight

પાલનપુર ગઠામણ રોડ જામપુરા વિસ્તારમાં મંગળવારે બપોરના સુમારે 9 વર્ષના બાળકનું ચોરીની આશંકાએ અપહરણ કરવામાં આવ્યું હતુ. જેને ગદડાપાટુ અને લાફાથી મારમારી મસ્જિદના ઓરડામાં લઇ જવાયો હતો. જ્યાં દોરડાથી બાંધીને લટકાવી દેવાયો હતો. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહી ભીક્ષાવૃતિ કરતાં પરિવારના બે બાળકો મંગળવારે બપોરના સુમારે ગઠામણ દરવાજા પેટ્રોલપંપ સામેના જામપુરા વિસ્તારમાં ભીક્ષા માટે ગયા હતા. ત્યારે મહોલ્લાના શખ્સો ચોર ચોર કરી તેમની પાછળ પડ્યા હતા.

9 વર્ષના બાળકને પકડી લીધો હતો. જેને શફર સરીફભાઇ માંકણોજીયા,મોહંમદતાહીર યાસીનભાઇ માણસીયા, મોહંમદતલ્હા અયુબભાઇ માણસીયા, મુફ્તીલીયાસ ઇદરીશભાઇ ચંગવાડીયા, રેહાન રહેમતુલ્લા માછલીયા, ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ માછલીયા, મોલાના રહીશસાહબ શરીફ સાહબ માંકણોજીયા અને ફારૂક ઇસ્માઇલભાઇ માછલીયાએ ગડદાપાટુનો મારમાર્યો હતો. લાફા માર્યા હતા. અને અપહરણ કરી મસ્જીદમાં લઇ ગયા હતા. જ્યાં એક ઓરડામાં દોરડાથી બાંધી ઉંધો લટકાવી દીધો હતો. અને ત્યાંથી ઉતારી મસ્જીદની બહાર લાવ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો.

આ અંગે બાળકની માતા અનીતાબેન લલ્લુભાઇ પરમારે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઠ શખ્સો સામે અપહરણ સહિતનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.9 વર્ષના બાળકના પિતા લલ્લુભાઇ પરમાર બોલી કે સાંભળી શકતા નથી. તેમને ચાર સંતાનો છે. જેમનું બંને પતિ- પત્ની ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *