પાટણનાં પૂર્વ વિસ્તારમાં સ્વિમીંગ પુલ બનાવવાની મંજૂરી અપાઇ

Gujarat Fight

પાટણ શહેરમાં વધુ એક જાહેર સ્વિમીંગ પુલની જરૂરિયાત વર્તાઇ રહી છે એ માટેની દરખાસ્તને પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂરી અપાઇ હતી. જોકે, આ દરખાસ્તને પાંખો ક્યારે આવે છે ને કેટલી ઝડપથી આ સ્વિમીંગ પુલ નગરપાલિકા કેવી રીતે બનાવશે તેની પર સૌની નજર છે.

પાટણ પાલિકાની સામાન્ય સભામાં મુકેશ પટેલે દરખાસ્ત રજૂ કરી હતી કે, પાટણ શહેરમાં રાજ્ય સરકારનાં રમત ગમત સંકુલ વિભાગ દ્વારા પાટણ શહેરનાં પશ્ચિમ વિભાગમાં ફક્ત એક જ સ્વિમીંગ પુલ આવેલો છે. પાટણ શહેરમાં જાહેર જનતા માટે એક જ સ્વિમીંગ પુલ હોવાથી પ્રજાજનોને સમયસર સુવિધાનો લાભ મળતો ન હોવાથી પાટણનાં શ્યામપ્રસાદ પાર્ટી પ્લોટ અથવા પૂર્વ વિસ્તારમાં અન્ય જગ્યાએ નગરપાલિકા સંચાલિત નવો સ્વિમીંગ પુલ બનાવવામાં આવે. આ દરખાસ્તને મંજૂર કરાઇ હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *