અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ઉત્તરી વજિરિસ્તાનમાં પાકિસ્તાની લશ્કરી ચોકીને નિશાન બનાવીને આતંકવાદી હુમલો થયો હતો. એમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોનાં મોત થયા હતા.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની લશ્કરી ચોકીને નિશાન બનાવીને આતંકવાદી હુમલો થયો હતો. અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાની સૈન્યની ચોકી ઉપર ફાયરિંગ થયું હતું. એ પછી પાકિસ્તાની લશ્કરે પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાની લશ્કરે દાવો કર્યો હતો કે વળતા ફાયરિંગમાં આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે.
પાકિસ્તાનના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને પાકિસ્તાની લશ્કર ઉપર આતંકી હુમલો થાય તે યોગ્ય નથી.
આ ઘટના બીજી વાર ન બને તે માટે અફઘાનિસ્તાની સરકાર યોગ્ય પગલાં ભરે. અફઘાનિસ્તાનનો કબજો તાલિબાને લીધો તે પછી આઈએસના હુમલા વધ્યા છે. આ હુમલો પણ આઈએસના આતંકવાદીઓએ કર્યો હોવાની પૂરી શક્યતા છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અફઘાનિસ્તાનમાં એક પછી એક હુમલા થયા હતા. છેલ્લો હુમલો શિયા મુસ્લિમોની એક મસ્જિદમાં થયો હતો, જેમાં ૩૩ લોકો માર્યા ગયા હતા. તે પહેલાં અફઘાનિસ્તાનના પાટનગરમાં થયેલા હુમલામાં ૧૨ લોકોનાં મોત થયા હતા. આ બંને હુમલા આઈએસના આતંકીઓએ કર્યા હતા.