કેન્દ્રએ આઠ પ્રતિષ્ઠિત કલાકારોને 2 મે સુધીમાં તેમના સરકારી આવાસ ખાલી કરવા જણાવ્યું હતું. આ તમામને વર્ષો પહેલા સરકારી મકાનો ફાળવવામાં આવ્યા હતા પરંતુ 2014માં ફાળવણી રદ કરવામાં આવી હતી.પરંતૂ આ બધા વચ્ચે ચોંકવનારી વાત એ છે, કે જે લોકોને સરકારી આવાસ ખાલી કરવાનું કહેવામાં આવ્યુ છે, તેમાંથી એક પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ઓડિસી નૃત્યાંગના 90 વર્ષીય ગુરુ માયાધર રાઉત છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 28માંથી 8 કલાકારોએ ઘણી નોટિસો આપવા છતાં હજુ સુધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું નથી.
અધિકારીએ જણાવ્યું કે “આ 8 કલાકારોએ અમને ખાતરી આપી છે કે તેઓ સરકારી આવાસ ખાલી કરવાની પ્રક્રિયામાં છે, અને તેના માટે થોડો સમય માગ્યો છે. તેઓએ અમને લેખિતમાં કહ્યું છે કે, તેઓ 2 મે સુધીમાં ઘર ખાલી કરી દેશે. સરકારની નીતિ મુજબ, 40 કલાકારોને સંસ્કૃતિ મંત્રાલયની ભલામણ પર સામાન્ય પૂલ આવાસીય આવાસમાં વિશેષ ક્વોટા હેઠળ આવાસ ફાળવી શકાય છે, જો તેઓ દર મહિને 20,000 રૂપિયાથી ઓછી કમાણી કરતા હોય.

આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટે ભારતીય શાસ્ત્રીય કલાકાર રીટા ગાંગુલીને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો હતો, જેણે સિંગલ જજના નિર્ણયને પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે જગ્યા ખાલી કરવા માટે 31 ડિસેમ્બર, 2020ની સમયમર્યાદા આપી હતી, પરંતુ અરજી દાખલ થયા બાદ હાઈકોર્ટે નોટિસ પર રોક લગાવી દીધી હતી. નૃત્યાંગના ભારતી શિવાજી, કુચીપુડી નૃત્યાંગના ગુરુ વી જયરામ રાવ, માયાધર રાઉત, ધ્રુપદ ગાયક ઉસ્તાદ એફ વસીફુદ્દીન ડાગર, ભરતનાટ્યમ નૃત્યાંગના રાની સિંઘલ, ગીતાંજલિ લાલ અને કેઆર સુબન્ના સહિત અન્ય કલાકારોની દલીલો પર ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપ્યો હતો.
કુચીપુડી ડાન્સર ગુરુ જયરામા રાવની પત્ની વનશ્રી રાવને 1987માં ઘર ફાળવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ઘર ખાલી કરવાની પ્રક્રિયામાં પણ છે. રાવે કહ્યું, “અમે ઘરની વસ્તુઓ પેક કરવાનું શરૂ કરી દીધું છે. સરકાર અમારી વાત સાંભળવા તૈયાર નથી. અમે જલ્દી ઘર ખાલી કરીશું. મહત્વનુ છે કે,ગેરકાયદે કબજેદારો”ના વિરુદ્વ તેમના અભિયાનના ભાગરૂપે, લોકસભાના સભ્ય ચિરાગ પાસવાનને તેમના સ્વર્ગસ્થ પિતા રામવિલાસ પાસવાનને ફાળવવામાં આવેલા 12 જનપથ બંગલામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.