ન્યૂઝીલેન્ડમાં જન્મેલ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડનો બન્યો કેપ્ટન

Gujarat Fight

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને તેનો ટેસ્ટ સુકાની બનાવ્યો છે. જોઇ રુટે તાજેતરમાં સુકાનીપદેથી રાજીનામું આપ્યું હતું. બેન સ્ટોક્સનો જન્મ ન્યૂઝીલેન્ડમાં થયો હતો અને તેના પિતા રગ્બી કોચ હતા. બાર વર્ષની વયે સ્ટોક્સ ઇંગ્લેન્ડમા સ્થાયી થયો હતો અને હવે તે ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે. જેનો જન્મ ઇંગ્લેન્ડમાં નહીં પરંતુ વિદેશમાં થયો હોય તેવો સ્ટોક્સ પ્રથમ ઇંગ્લિશ સુકાની નથી. જોકે તે ન્યૂઝીલેન્ડમાં જન્મેલો મેન્સ ટીમનો પ્રથમ સુકાની બની ગયો છે.

ઇંગ્લેન્ડ ઉપરાંત 11 વિવિધ દેશમાં જન્મેલા ખેલાડીઓ પણ ઇંગ્લિશ ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે. પેરુમાં જન્મેલા ફ્રેડી બ્રાઉન, જર્મનીમાં ડોનાલ્ડ કેરા તથા ઇટાલીમાં જન્મેલા ટેડ ડેક્સટરે પણ ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કર્યું છે. ભારતમાં જન્મેલા ડગ્લાસ જાર્ડિન, કોલિન કાઉડ્રી તથા નાસિર હુસૈને પણ ઇંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી હતી. મુંબઇમાં જન્મેલા જાર્ડિને 15, ચેન્નાઇમાં જન્મેલા કાઉડ્રીએ 27 તથા નાસિર હુસૈને 45 ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું. ઇંગ્લેન્ડના બીજા ટેસ્ટ સુકાની લોર્ડ હેરિસનો જન્મ ત્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *