નો બોલ વિવાદ : કેપ્ટન રિષભ પંત સહીત 3 લોકોને મળી સજા

Gujarat Fight

દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન ઋશભ પંત, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવીણ આમરે પર ઇન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનાં ઉલ્લંઘનને કારણે દંડ લગાવવામાં આવ્યો છે. પંત પર મેચની ફીસનો 100 ટકા દંડ લગાવાયો છે. ઠાકુર પર 50 ટકા દંડ અને આમરે પે પણ 100 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. આ મામલો શુક્રવારે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલ મેચનો છે. IPLએ શનિવારે આ બાબતની જાણકારી આપી છે.

રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતવા માટે દિલ્હી કેપિટલ્સ (DC)ને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમ આ મેચમાં આરામથી હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને આ ટીમને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. કોઈપણ બેટ્સમેન માટે આ અશક્ય કામ હતું, પરંતુ દિલ્હીના બેટ્સમેન રોવમેન પોવેલે રાજસ્થાન રોયલ્સના બોલર ઓબેડ મેકકોયના પહેલા ત્રણ બોલમાં 3 સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ ફુલ ટોસ હતો અને તે જ બોલ પર નો બોલ હતો.

આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ પણ હંગામો મચાવ્યો હતો. મેકકોયને નો બોલ ન આપવા બદલ મેદાનમાં અમ્પાયરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મેદાનમાં બેઠેલા લોકોએ અમ્પાયરના નિર્ણયનો સતત વિરોધ કર્યો અને આ દરમિયાન તેઓએ ચીટર-ચીટરના નારા પણ લગાવ્યા. આ જ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જો અમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ જ હોત.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *