નાણાકીય કટોકટી: સઉદી પાક.ને આઠ અબજ ડોલર આપવા તૈયાર

Gujarat Fight

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સઉદી અરબ આઠ અબજ ડોલરની નાણાકીય સહાય આપવા તૈયાર થઇ ગયું છે. આનાથી પાકિસ્તાનના ઘટતા જતા ફોરેક્સ રિઝર્વ અને સંક્ટગ્રસ્ત અર્થતંત્રને મદદ મળશે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ફુગાવાનો ઉંચો દર, ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો, વધતી જતી ચાલુ ખાતાની ખાધ અને ચલણ નબળું પડતા પાકિસ્તાન અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. મીડિયાના અહેવાલ અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતાં. આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન અને સઉદી અરેબિયા વચ્ચે આ સમજૂતી થઇ હતી.

આ સમજૂતી હેઠ ઓઇલ માટે આર્થિક મદદ અને ૪.૨ અબજ ડોલરની વર્તમાન સુવિધાઓ આગળ લઇ જવા સામેલ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ઓઇલ માટેની આર્થિક મદદ ૧.૨ અબજ ડોલરથી વધારી ૨.૪ અબજ ડોલર કરવાની માગ કરી હતી. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. જો કે આ સમજૂતીના ટેકનિકલ પાસાઓ પર કામ ચાલુ છે અને આ સમજૂતીનો અમલ થવામાં હજુ થોડોક સમય લાગશે. પાકિસ્તાનના નાણા પ્રધાન મિફતાહ ઇસ્માઇલ આ સમજૂતી માટે હાલમાં સઉદી અરેબિયામાં જ રોકાશે.

ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તાથી દૂર કરવામાં આવ્યા પછી પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનેલા શેહબાઝ શરીફ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ હેઠળ શુક્રવારે સઉદી અરેબિયા માટે રવાના થયા હતાં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રવાસનું આયોજન ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાનના આમંત્રણ પર કરવામાં આવ્યું હતું. શરીફના આ પ્રવાસનો ઉદ્દેશ સઉદી અરેબિયા સાથે આર્થિક સંબધો મજબૂત બનાવવાનો છે. પાકિસ્તાન હાલમાં દેવાના ભારે બોજ હેઠળ દબાયેલો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને ઉર્જા સંકટ પણ વધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *