MIને નસીબ બદલવા પ્લેઈંગ XI માં ઉમેરવી પડશે ‘તેંડુલકર’ સરનેમ: અઝહરુદ્દીન

Gujarat Fight

IPL 2022 સિઝનમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)ની હાલત ખરાબ છે. ટીમે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મતલબ કે ટીમ હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે 21મી એપ્રિલે મુંબઈની આગામી મેચ CSK સામે રમાશે. આ સિઝનમાં ચેન્નાઈ અને મુંબઈની ટીમ લગભગ સમાન જ છે. ટીમે હવે પોતાની તમામ મેચ જીતવી પડશે.

તમને જણાવી દઈએ કે 16 એપ્રિલે રમાયેલી પોતાની છેલ્લી મેચમાં મુંબઈએ લખનૌ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) મુંબઈ ટીમ મેનેજમેન્ટને એક સલાહ આપી હતી જેની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ‘નોટ જસ્ટ ક્રિકેટ'(Not Just Cricket Show) નામના ટોક શોમાં અઝહરે મુંબઈના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાની સલાહ આપી હતી.

અઝહરે શોમાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે મુંબઈ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે અને અર્જુન તેંડુલકર(Arjun Tendulkar)ને સામેલ કરે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને શોમાં કહ્યું હતું કે, હવે મુંબઈએ પોતાના પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક નવા ખેલાડીઓને એક તક આપવી જોઈએ. તમે અર્જુન તેંડુલકરને તક આપી શકો છો. તે સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાના ઘરેલું ક્રિકેટમાં પણ પોતાની જાતને સાબિત કરી છે. શક્ય છે કે, તેંડુલકર અટકનો ઉમેરો ટીમનું ભાગ્ય બદલી નાખે.

જો તમે ટિમ ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે પરંતુ તમે તેને સામેલ નથી કરી રહ્યાં તે ચોક્કસપણે આશ્ચર્યજનક છે. જો તમે તેને તક નથી આપી રહ્યા તો તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો છે. જો તમારી પાસે આવા ખેલાડીઓ છે તો તમે તેમને ફક્ત બેંચ પર કેવી રીતે બેસાડી શકો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું હતું કે, જો વસ્તુઓ તમારા હિસાબથી નથી ચાલી રહી તો તેઓ અલગ-અલગ ખેલાડીઓને અજમાવી શકે છે. તેનું કારણ એ કે, મોટાભાગની ટીમ તેમના સામે નથી રમી અને ટીમ સફળ થઈ શકે છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *