
આપણે જ્યારે પણ કોઈને સવાલ કરીએ કે, તમે નશો શા માટે કરો છો? ત્યારે સામાન્ય રીતે એક જ જવાબ મળતો હોય છે કે ‘માનસિક શાંતિ’ માટે. નશો કરવા માટે ડ્રગ્સ, કેમિકલ્સ અને દારૂનો ઉપયોગ થતો હોય છે. ત્યારે એક નવો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી ચલણી બની રહ્યો છે જેમાં માનસિક આરામ તો મળે જ છે અને સાથે જ હાઈ પણ થઈ શકાય છે. એ પણ આરોગ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર. આ નવા ટ્રેન્ડ અંગે સમગ્ર વિશ્વમાં રિસર્ચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે માનસિક આરામ, કોન્સિયસનેસ (સભાનતા) વધારવા, ફોકસ વધારવા અને મગજને સક્રિય કરવા માટે વધુ કારગર છે.
એક અહેવાલ પ્રમાણે આજકાલ લોકો ડ્રગ્સ અને આલ્કોહોલ છોડીને વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી બાઈનોરલ બીટ્સ (Binaural Beats) સાંભળી રહ્યા છે. તે એક અવાજ આધારીત બ્રેઈન હેક છે. તેના માટે એક સારા હેડફોન, ઈન્ટરનેટ કનેક્શન અને મોબાઈલની જરૂર પડે છે.