નવસારીમાં વિદ્યાર્થિનીએ પેપર ખરાબ જતાં ફિનાઈલ ગટગટાવ્યું

Gujarat Fight

આજકાલના વિદ્યાર્થીઓમાં સંયમ શક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે તેમના જીવનમાં આવતા નાના સરખા ડિપ્રેશનથી તેઓ નાસીપાસ થઈને જીવનનો અંત આણવાનો પ્રયાસ કરે છે. આવા બનાવો સમાજમાં ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે નવસારી શહેરમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું બાયોલોજી અને ફિઝિક્સનું પેપર ખરાબ જતા તેણે પોતાના ઘરે બાથરૂમમાં જઈને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તાત્કાલિક સારવાર મળતા સદનસીબે તેનો જીવ બચી ગયો છે. મધ્યમવર્ગીય પરિવારની 16 વર્ષીય દીકરીને માતા-પિતાએ લાડકોડથી ઉછેરીને સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન અપાવ્યું હતું. ત્યારે એક પુત્ર અને અક પુત્રીના પિતાને ક્યાં ખબર હતી કે તેની પુત્રી આ પ્રકારનું અંતિમ પગલું ભરશે. જોકે, ઘરમાં રાખેલી ફિનાઈલ ઓછી તીવ્રતા વાળું હોય તેનાથી યુવતીને માત્ર એક ઉલ્ટી થતા તાત્કાલિક પરિવારે તેને સમયસર સારવાર અપાવતા તેનો જીવ બચી ગયો હતો.

આ સમગ્ર મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો રજિસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરી છે. પિતાએ આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે, તે શહેરમાં નોકરી કરે છે અને ગઈ કાલે દીકરી ટ્યુશનથી ઘરે પરત ફર્યા બાદ બાથરૂમમાં જઈને કોઈને પણ જાણ કર્યા વગર ફિનાઇલ ગટગટાવ્યું હતું. બહાર આવીને માતાને સમગ્ર વ્યથા જણાવતા માતાએ તાત્કાલિક મને સંપર્ક કર્યો હતો અને તેને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *