મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ સુધી આઈપીએલ 2022માં પોતાની જીતનું ખાતું ખોલાવી શકી નથી. ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતુ. મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2022માં પણ સતત 7મી હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી તેઓ એક પણ જીત મેળવી શક્યું નથી.

સતત 7મી હારથી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું દર્દ છલકાઈ ગયું હતું. રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ અમારી પાસેથી મેચ છીનવી લીધી હતી. રોહિતે કહ્યું, ‘શરૂઆતમાં વિકેટ ગુમાવવા છતાં અમે સારો સ્કોર કરી શક્યા હતા. અમે સારો પડકાર આપ્યો અને બોલરોએ અમને મેચમાં જાળવી રાખ્યા, પરંતુ અમે બધા જાણીએ છીએ કે એમએસ ધોની શું કરી શકે છે. અંતે ધોનીએ અમારી પાસેથી મેચ છીનવી લીધી.
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની (અણનમ 28) એ ‘ફિનિશર’ની પોતાની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી, જેમણે છેલ્લા બોલ પર CSKને જીત અપાવી હતી, જેથી મુંબઈ ઈન્ડિયન્સને. સતત સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, રોહિતે કહ્યું, ‘ટોપ ઓર્ડર પર આંગળી ઉઠાવવી મુશ્કેલ છે.