ધર્મ સંસદના આયોજનને લઈને સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને ફટકાર લગાવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટએ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીને સોગંદનામુ દાખલ કરવાનુ કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરે કે કોઈ ભડકાઉ ભાષણ આપવામાં આવે નહીં, સાથે જ કોર્ટે કહ્યુ કે જો એવુ થયુ તો જવાબદાર લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આગામી ધર્મ સંસદ ઉત્તરાખંડના રૂડકીમાં બુધવારે થવાની છે. ધર્મ સંસદમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. આના પહેલા કેટલાક રાજ્યોમાં આવી થઈ ચૂક્યુ છે. હિમાચલ પ્રદેશના ઉના, યૂપીના હરિદ્વાર અને દિલ્હીમાં ધર્મ સંસદમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.

જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યુ કે આવી પરિસ્થિતિઓમાં શું કરવાની જરૂર છે તે અંગે કોર્ટના નિર્ણયો પહેલાથી જ છે અને રાજ્યને માત્ર તેનો અમલ કરવાની જરૂર છે. બેન્ચે કહ્યુ, આપે માત્ર પહેલેથી હાજર દિશાનિર્દેશોનુ પાલન કરવુ પડશે. શુ તમે આનુ પાલન કરી રહ્યા છો કે નહીં, આ જ આપે અમને જવાબ આપવાનો છે, બેન્ચમાં જજ અભય એસ ઓકા અને જજ સીટી રવિકુમાર પણ સામેલ છે. રાજ્ય સરકારે કહ્યુ કે તેણે આને રોકવા માટે પગલા ઉઠાવ્યા હતા અને પહેલા પણ આ જ પ્રકારની ઘટનાઓ થવા પર તપાસ કરી હતી. જસ્ટિસ ખાનવિલકરએ વકીલને કહ્યુ, ના, તપાસ જ નહીં. આપે આ ગતિવિધિઓને રોકવી પડશે. બેન્ચે ટિપ્પણી કરી કે જો કંઈ થાય છે તો તેઓ મુખ્ય સચિવને હાજર રહેવા માટે કહેશે.
કોર્ટે હિમાચલ પ્રદેશમાં આયોજિત એક ધર્મ સંસદ વિરૂદ્ધ એક અરજી પર પણ ચર્ચા કરી અને રાજ્યના વકીલને એક સોગંદનામામાં આ જણાવવાનુ કહ્યુ કે આને રોકવા માટે શુ પગલા ઉઠાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના વકીલએ કહ્યુ કે રાજ્યએ એ સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિનિયમની કલમ 64 હેઠળ એક નોટિસ જારી કરી છે. જસ્ટિસ ખાનવિલકરએ કહ્યુ, આ ઘટનાઓ અચાનક રાતોરાત થતી નથી. આની જાહેરાત ઘણા પહેલાથી કરી દેવાય છે. સ્થાનિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ અપ્રિય ઘટના ના થાય અને શુ તે પગલા ઉઠાવવામાં આવ્યા છે. આપ આ સમજાવો.