દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીના અવસરે થયેલા ઉપદ્રવ મામલે હવે બુલડોઝરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર દિલ્હી નગર નિગમનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર સંપત્તિઓ અને અતિક્રમણ પર થઈ રહી છે. આ કાર્યવાહીને જોતા લગભગ 1500 જવાન તૈનાત કરાયા છે. જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઈ હતી. આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ પર 20 અને 21 એપ્રિલના રોજ બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ભાજપે જહાંગીરપુરી હિંસાના આરોપીઓ તરફથી કરાયેલા ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ચલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ પહેલા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બધા વચ્ચે ઉત્તર દિલ્હી નગર નિગમના મેયર રાજા ઈકબાલ સિંહે કહ્યું કે અતિક્રમણ વિરોધી અભિયાન હવે સમગ્ર દિલ્હીમાં ચાલશે. પહેલા પણ અમે ડ્રાઈવ માટે સુરક્ષાની ગુહાર લગાવી હતી પરંતુ કેટલાક કારણોસર ત્યારે કાર્યવાહી કરાઈ નહતી. એમસીડીના અભિયાન વચ્ચે પોલીસે કહ્યું કે હાલાત કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં આવી છે. વિસ્તારમાં ડ્રોનની મદદ લેવાઈ રહી છે. અતિક્રમણ હટાવવાના આ અભિયાનને લઈને એમસીડીના અધિકારી તાબડતોડ ગેરકાયદે નિર્માણ ધ્વસ્ત કરી રહ્યા છે. આ બધા વચ્ચે જહાંગીરપુરીને 14 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના અનેક મોટા અધિકારીઓ હાજર છે.
જહાંગીરપુરી સ્થિતિ હિંસા પ્રભાવિત વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકો પોતે જ પોતાનો સામાન હટાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભંગારનો સામાન અને અન્ય વસ્તુઓ ભેગી કરીને અન્ય જગ્યાએ મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે આ સામાન વેચીને અમારું ઘર ચલાવીએ છીએ અને હવે તેને હટાવવામાં આવી રહ્યો છે. કારણ કે અમને ખબર પડી છે કે અહીં આજે બુલડોઝર આવશે. આ પહેલા ડીસીપી ઉત્તર પશ્ચિમ ઉષા રંગનાનીએ જહાંગીરપુરીનું નિરીક્ષણ કર્યું હતું. જહાંગીરપુરીમાં ગેરકાયદેસર નિર્માણ હટાવવાને લઈને એમસીડીની સંભવિત કાર્યવાહી અંગે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર ગરીબો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે ન નોટિસ આપી…ન કોર્ટ જવાની તક.