કોરોનાના કેસ સતત વધતા લોકોમાં અલગ અલગ રાજ્યોમાં કોરોના માસ્ક અને કોવિડના નિયમો ફરી લાગુ કરવામાં આવી રહ્યાં છે. દિલ્હી બાદ હવે પંજાબ સરકારે પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવુ અનિવાર્ય કરી નાંખ્યુ છે. આ પહેલાં દિલ્હી સરકારે માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ લેવાનું શરુ કર્યું હતુ.

છેલ્લાં 24 કલાકમાં 2380 નવા કેસ સામે આવ્યા છે, જ્યરે 4 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોનાના નવા કેસોમાં 3 રાજ્યો સૌથી આગળ છે, જેમાં દિલ્હી,યૂપી અને હરિયાણાનો સમાવેશ થાય છે. આ સિવાય હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યુ છે.દિલ્હીમાં 24 કલાકમાં 1009 કેસ, હરિયાણામાં 310 અને UP માં 168 કેસ સામે આવ્યા છે.