દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ (BA.2.12.1)ની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, આ બાબતે આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી સાયન્સમાં એક કોરોનાના દર્દીના ટેસ્ટ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર નવો સબ-વેરિયન્ટ (BA.2.12.1) જોવા મળ્યું હતું.

કોરોનાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તમામ સરકારી હોસ્પિટલોમાં 18-59 વય જૂથના લોકોને મફત બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. આ આદેશ રાજધાનીમાં ગુરુવારથી જ અમલમાં આવી ગયો છે. બિહારમાં બૂસ્ટર ડોઝ પહેલાથી જ ફ્રી કરી દેવામાં આવ્યો છે. જ્યારે, IIT મદ્રાસના 18 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રકોપ વચ્ચે અહીં બે દિવસમાં કુલ 30 કેસ નોંધાયા છે. આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણને ગુરુવારે IIT મદ્રાસ કેમ્પસની મુલાકાત લીધી હતી.
DCGI (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા) ની વિષય નિષ્ણાત સમિતિ (SEC)એ 5 થી 11 વર્ષની વયના બાળકો પર કોર્બેવેક્સ (Corbevax) વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ કરવાની ભલામણ કરી છે. આ મુદ્દે ગુરુવારે પેનલની બેઠક મળી હતી. હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઇ દ્વારા સ્વદેશી કોર્બેવેક્સ ડેવલપ કરવામાં આવેલી પ્રથમ આરબીડી પ્રોટીન સબ-યુનિટ છે.