દિલ્હીની રોહિણી કોર્ટ બહાર ગોળીબારની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ વકીલ અને કોર્ટની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારી વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન બોલાચાલી બાદ ફાયરિંગ થયું હતું. સુરક્ષા કર્મચારી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી 2 વકીલોને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે.

રોહિણી કોર્ટના પરિસરમાં ફરી એક વખત ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. કોર્ટની બહાર વકીલ અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે સુરક્ષા તપાસ દરમિયાન બોલાચાલી થઈ હતી. ફાયરિંગ દરમિયાન 2 વકીલોને ગોળી વાગી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રોહિણી કોર્ટમાં શૂટઆઉટ અને બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ થઈ ચુકી છે.