દિલ્હીના ન્યૂ શેખ સરાઈ ખાતે MCDના જંકયાર્ડમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરની કુલ 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ ત્રિવેણી કોમ્પ્લેક્ષ, ચિરાગ દિલ્હી અને માલવિય નગર મેટ્રો સ્ટેશન નજીકના MCD જંકયાર્ડમાં લાગી હતી.
રાહતની વાત એ છે કે, હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જંકયાર્ડ ખાતે એટલી ભીષણ આગ લાગી હતી કે, તેણે આજુબાજુમાં પાર્ક કરેલા વાહનો તેમજ શેરી વિક્રેતાઓને પણ લપેટમાં લીધા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. ઉત્તર દિલ્હી સ્થિત ભાલસ્વા લેન્ડફિલ સાઈટ(Bhalswa Landfill Site) પર મંગળવારે ભીષણ આગ લાગી હતી.
અધિકરીઓએ જણાવ્યું હતું કે, કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે દિલ્હી પોલ્યુશન કંટ્રોલ સમિતિને ભાલસ્વા લેન્ડફિલ સાઈટ પર લાગેલી આગની ઘટના અંગે 24:00 કલાકમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.