ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ ઓથિરિટીની એક વિશેષજ્ઞ સમિતિએ પાંચથી ૧૧ વર્ષના બાળકો મઅટે બાયોલોઝિકલ ઇના કોવિડ ૧૯ વિરોધી રસી કોર્બેવેકસ માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ ગુવારે આપી હતી. સીડીએસસીઓની કોવિડ ૧૯ પર વિષય વિશેષજ્ઞ સમિતિએ જોકે બે થી ૧૧ વર્ષના આયુના બાળકોની વચ્ચે કોવેકસીનના ઉપયોગ માટે ભારત બાયોટેક પાસે ઇમરજન્સી ઉપયોગ ઓથોરિટી (ઇયુએ) તેની અરજીની સમીક્ષા માટે વધુ આંકડા માંગ્યા છે.

ભારતના ડીસીજીઆઇએ ગત વર્ષે ૨૮ ડિસેમ્બરના રોજ વયસ્કોમાં ઇમરજન્સી સ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કોવોવૈકસને મંજૂરી આપી હતી અને આ વર્ષે ૯ માચના રોજ કેટલીક શરતોને આધીન ૧૨ થી ૧૭ વર્ષના આયુ વર્ગના લોકો માટે ઉપયોગની મંજૂરી આપી હતી. બાયોલોજિકલ ઇના કોર્બેવૈકસનો ઉપયોગ ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ ૧૯ વિરોધી રસી લગાવવા માટે કરવામાં આવે છે. ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ૧૨ થી ૧૮ વર્ષની ઉંમરના માટે ડીસીજીઆઇ દ્રારા કોવૈકસીનને ઇમરજન્સી ઉપયોગ યાદી (ઇયૂએલ) પ્રદાન કરવામાં આવી છે.