ટાટા ગ્રૂપ એર ઇન્ડિયા અને એર એશિયા ઇન્ડિયાનું મર્જર કરશે

Gujarat Fight

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ બજેટ એરલાઇન કંપની એરએશિયા ઇન્ડિયાનું મર્જર કરવા અંગે પ્રતિસ્પર્ધા પંચ સીસીઆઇની મંજૂરી માંગી છે. આ મર્જર બાદ એરએશિયા ઇન્ડિયા ટાટા સમૂહની પૂર્ણ માલિકી ધરાવતી કંપની બની જશે. હાલ એરએશિયા ઇન્ડિયાનો 83.67 ટકા હિસ્સો ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે અને બાકીનો હિસ્સો એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની પાસે છે, જે મલેશિયાના એરએશિયા સમૂહનો ભાગ છે.

એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે પાછલા વર્ષે ટાટા સન્સ પ્રાઇવેટ લમિટેડની પૂર્ણ માલિકીની સબસિડીયરી ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને ટેકઓવર કરી હતી. ઉપરાંત ટાટા ગ્રૂપ સિંગાપોર એરલાઇન્સની સાથે સંયુક્ત સાહસમાં એક પૂર્ણ એરલાઇન્સ સર્વિસ કંપની વિસ્તારાનું પણ સંચાલન કરે છે. ટાટા સમહૂ હવે પોતાના એરલાઇન્સ બિઝનેસને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *