ઝારખંડમાં વીજળીની સમસ્યા શા માટે? : સાક્ષી સિંહ

Gujarat Fight

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ ઝારખંડ સરકારથી નારાજ છે. ઝારખંડ રાજ્યમાં વીજળી સંકટની સમસ્યા પર સવાપલ ઉઠાવતા સાક્ષી સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, ઝારખંડના ટેક્સપેયર તરીકે હું એ જાણવા માગુ છું કે, ઝારખંગમાં આટલા વર્ષો બાદ પણ વીજળી સંકટ કેમ છે? આ સિવાય તેમણે લખ્યું કે, વીજળી સંકટ પર અમે શું કરી રહ્યા છીએ, શું અમે વીજળી બચાવી રહ્યા છીએ? આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે.

આ ટ્વીટ પર ખૂબ જ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ટ્વીટ સાક્ષી સિંહે 25 એપ્રિલે રાતે 9:00 વાગ્યે કર્યું હતું. અત્યાર સુધીમાં આ ટ્વીટને 5 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યું છે અને 1 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે. આ ટ્વીટ પર અનેક લોકોએ કમેન્ટસ પણ કરી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, ઝારખંડમાં વીજળી એક સમસ્યા બની ગઈ છે. બીજી તરફ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે – હેમંત સોરેનજી ધ્યાન આપો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *