જિજ્ઞેશ મેવાણીએ ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં એક્શન કરી

Gujarat Fight

વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જીગ્નેશભાઈ મેવાણી બે પોલીસકર્મી વચ્ચે ગાડીમાં બેઠાં બેઠાં સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં ‘મૈં ઝુકેગા નહીં’ જેવી એક્શન કરે છે. થોડા દિવસ અગાઉ વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કર્યા બાદ જીગ્નેશભાઈ મેવાણીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કરાયા હતા. જે બાદ આસામ પોલીસ તેમને લઈને અમદાવાદ એરપોર્ટથી આસામ લઈ ગઇ હતી.

જીગ્નેશભાઈ મેવાણીએ ટ્વીટ કરવા બાબતે આસામમાં ફરિયાદના આધારે ધરપકડ થઇ હતી. ત્યારે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીને લઇ જતી વખતે પોલીસની ગાડીમાં સ્ટાઇલ કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં જીગ્નેશ મેવાણી બે પોલીસ કર્મચારીઓ વચ્ચે બેઠા બેઠા સાઉથની ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન જેમ સ્ટાઇલ કરે છે તેમ જીગ્નેશ મેવાણી ‘મૈં ઝુકેગાં નહીં’ જેવી એક્શન કરે છે. જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ આસામના જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાંડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *