જામનગરથી 45 કિલોમીટર દૂર આવેલા ખટિયા અને સાજડીયારી રસ્તા પર મોટર કારમાં જતા લોકોને દીપડો દેખાયો હતો. ત્યારે દીપડો દેખાતાં તેમણે તેનો વીડિયો ઉતારતાં તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જો કે વીડિયો મોડીરાત્રીનો હોવાની શક્યતા દેખાઈ રહી છે. દીપડો દેખાતા આજુબાજુના ગામના લોકોમાં પણ ભયનું મોજું છવાઈ ગયું છે.

દીપડો દેખાતાની સાથે જ ગાડીમાં સવાર લોકોએ ગાડી રીવર્સ લઈ બાવળની ઝાડી સામે ઉભી રાખી લાઈટ મારતાં દીપડો બાવળની ઝાડીમાં બેઠેલો દેખાયો હતો. ત્યારબાદ થોડી વાર પછી ચાલ્યો ગયો હતો. ફરી પાછો દીપડો રોડ પર લટાર મારવા નીકળ્યો હતો અને ઝાડીમાં ઘુસી ગયો હતો. જામનગરથી 45 કિલોમીટર દૂર આવેલા ખટિયા અને સાજડીયારીના રસ્તા વચ્ચે દીપડો દેખાતા વન વિભાગ દોડતો થયો છે.