ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશમાં ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ચીનમાં પણ કોરોનાએ ફરી માથું ઉચકતા ઘણી જગ્યાએ આકરા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાના પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ફરી માસ્કને લઈને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની તો જામનગર શહેરમાં લાંબા સમય બાદ બે કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છે. આ નોંધાયેલ કેસો પૈકી એક બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. 5 વર્ષીય બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે જયારે અન્ય એક કેસ પોઝીટીવ છે.
કોરોના વાયરસનો ભય ફરી એકવાર પાછો ફરતો જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિના પહેલા, જ્યાં તેના દર્દીઓ આવવાનું લગભગ બંધ થઈ ગયું હતું, હવે ફરીથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા દર્દીઓ ઝડપથી મળી રહ્યા છે અને તેનાથી ફરી એકવાર લોકોની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.