જામનગરના ધ્રોલ ખાતે પેવીંગ બ્લોક રોડનું કૃષિમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

Gujarat Fight

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગરના ધ્રોલ ખાતે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2020-2021ની ગ્રાન્ટમાંથી રૂ.17.77 લાખના ખર્ચે તૈયાર થનારા કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ 5,6 અને 7ના પેવીંગ બ્લોક રોડ તથા રૂ.23.50 લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ 8, 9, 10 અને 11ના પેવીંગ બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, ધ્રોલ શહેરમાં રૂ.2.38 કરોડના ખર્ચે જ્યાં પાકા રસ્તા નથી તેવી તમામ સોસાયટીમાં પેવીંગ બ્લોક રોડના કામો મંજૂર થયા છે ત્યારે પેવીંગ બ્લોકના કામો, લાઇટના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને આંતરિક સફાઇના પ્રશ્નો વગેરે કામો માટે રાજય સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને મંજૂરી આપે છે. આ મંજૂર થયેલા કામો માટે જેટલી રકમ મળે તેનો ઉપયોગ કરી કામો સારી રીતે અને સમયસર પૂરા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

આ તકે મંત્રીએ ધ્રોલ નગરપાલીકાના કાર્યકરો અને નગરજનોને સૂચન આપતા કહ્યું હતું કે, આપણે જ્યારે કોરોનામાંથી મુકત થઇ રહ્યા છીએ ત્યારે શહેરમાં સાફ સફાઇ જળવાય રહે, વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા કામો હાથ ધરવા જોઇએ. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન લખધિરસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીર શુકલ, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી હિરેન કોટેચા, તાલુકા ભાજપ પ્રમુખ નવલ મુંગરા, પૂર્વ ચેરમેન રસિક ભંડેરી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન, પૂર્વ પ્રમુખ મગન, કોર્પોરેટર તુષાર સહિતના આગેવનો તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *