જહાંગીરપુરીમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે CCTV લગાવી દીધા છે. અહીં દેખરેખ માટે એક પોલીસચોકી પણ બનાવવામાં આવશે. જહાંગીરપુરીમાં હિંસા પીડિતો માટે સતત રાજકિય પાર્ટીઓ અહીં પહોંચી રહી છે. શુક્રવારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસનું ડેલિગેશન આવ્યું હતું. VHP અને બજરંગદળનું ડેલિગેશન પીડિતો સાથે મુલાકાત માટે પહોંચ્યું હતું. ગુરુવારે અહીં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું હતું. પરંતુ પોલીસે તેમને જે જગ્યાએ હિંસા થઈ હતી ત્યાં જવા દીધા નહીં.

હિંસાની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચ ઘટના સાથે જોડાયેલા વધુ ત્રણ આરોપીઓ સામે NSA લગાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધી 5 આરોપીઓ સામે NSA કાયદો લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહએ આખા દેશમાં NCR કાયદો લાવવાની માંગણી કરી છે. ગુરુવારે સમાજવાદી પાર્ટીના ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ જહાંગીરપુરી જશે. તેમાં સાંસદ શફીકુર્ર રહમાન બર્ક અને એસટી હસન પણ સામેલ થશે. નેતાઓની આ વિસ્તારની સતત મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આ વિસ્તારમાં સિક્યુરિટી બેરિકેડ લગાવી દીધા છે.
આ પહેલાં કોંગ્રેસના નેતાઓને પણ આ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો. દિલ્હી હિંસા પછી બુધવારે જહાંગીરપુરી વિસ્તારમાં નગર નિગમે બુલડોઝરથી ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત કરી દીધી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે દિવસ સુનાવણી કરવામાં આવી હતી અને હાલ અહીં દબાણ હટાવવા પર સ્ટે મુકવામાં આવ્યો છે. બુધવારે થયેલી સુનાવણીમાં કોર્ટે દરેક પક્ષને તેમના જવાબ આપવા કહ્યું છે. કોર્ટમાં હવે બે સપ્તાહ પછી સુનાવણી થવાની છે.