છોટા ઉદેપુરમાં સુખી કેનાલમાંથી બે દિવસમાં ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે. બે અજાણ્યા યુવક અને એક અજાણી યુવતીનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે 30 એપ્રિલે લીંબાણી ગામની પાસે કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો, તો આજે 1 મેં એ વહેલી સવારે ભાનપુર ગામની કેનાલની ગેટ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો.

આજે સવારે કાંટવા ગામની કેનાલમાંથી નિવસ્ત્ર અવસ્થામાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસમાં એક યુવતી અને બે યુવકો મળી કુલ ત્રણ અજાણી વ્યક્તિઓનાં મૃતદેહ મળી આવતાં ઉચાપાણ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનાવોમાં હત્યા કે આત્મહત્યા એ પોલીસની તપાસ બાદ જ બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન