બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી તાજેતરમાં જ GQ રેડ કાર્પેટ ઇવેન્ટમાં જોવા મળી હતી. અહીંયા તે ગ્રીન ટ્રાન્સપરન્ટ થાઇ-હાઇ સ્લિટ ગાઉન પહેરીને આવી હતી. કિઆરા આ બોલ્ડ આઉટફિટમાં સેક્સી લાગતી હતી. કિઆરાએ સિલ્ક સિફોન ગાઉન પહેર્યું હતું. જોકે, ગાઉનની ડિઝાઇનને કારણે કિઆરાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.

કિઆરા અડવાણીએ હાઇ-થાઇ સ્લિટ ગાઉન સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો હતો. આ ઉપરાંત પોનીટેન લીધી હતી. કાર્તિક આર્યન તથા કિઆરાએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિઆરાએ પહેરેલું સિલ્ક ગાઉન અંદાજે 6 લાખ રૂપિયાનું હતું.
કિઆરા અડવાણીનું ગાઉન સો.મીડિયા યુઝર્સને પસંદ આવ્યું નહોતું. એક કમેન્ટ કરી હતી, ‘ડ્રેસ પર સેનિટરી પેડ શા માટે લગાવવામાં આવ્યું છે?’ અન્ય એકે કહ્યું હતું, ‘ડ્રેસ પર પિરિયડ પેડ હોય એવું લાગી રહ્યું છે. કિઆરા અડવાણી તથા કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ઉપરાંત કિઆરા ‘જુગ જુગ જિઓ’, ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.