કોરોનાકાળ બાદ હવે પરીક્ષાની સિઝન ચાલી રહી છે. એક પછી એક પરીક્ષાઓ લેવાઈ રહી છે. જો કે વચ્ચે અભ્યાસમાં લાંબો ગેપ આવી જતા ઘણા વિદ્યાર્થીઓ તાણ પણ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પણ પરીક્ષાને લઈને તાણ અનુભવતા હોય છે. જેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની આ રવિવારે લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા પૂર્વે કે પરીક્ષા પછી તાણ ચિંતા ભય ડર જેવી સમસ્યાઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 18002333330. જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને 24 કલાક કાર્યરત છે. આ જીવન આસ્થા માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર ઉમેદવારોના મનમાં રહેલી ચિંતા દૂર કરશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે. આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.