ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ લાગી

Gujarat Fight

ગુરુગ્રામના માનેસર સેક્ટર-6માં લાગેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી શકી. 3થી 5 કિમીના વિસ્તારમાં પડેલા સ્ક્રેપમાં સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે જ્યારે બે લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે. મોડી રાત્રે જોરદાર પવન બાદ લાગેલી આગે નજીકની ડઝનો ઝૂંપડપટ્ટીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઘટનાસ્થળે હાજર 300 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ફાયર ફાઈટરની ગાડીઓ સાથે 250થી વધુ ફાયર ફાઈટર પણ રાતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે માનેસર સેક્ટર-6ના કાકરૌલા ગામની ગંદા નાળા પાસેની ઝૂંપડપટ્ટીમાં કેટલાક ઘરોમાં સાંજના સમયે ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જોરદાર પવનના કારણે સ્ક્રેપમાં આગ લાગી ગઈ હતી.

ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવનના કારણે અનેક ઝૂંપડપટ્ટીઓમાં પણ આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ ફાયર વિભાગના ડઝનો ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે જહેમત શરૂ કરી હતી.

ઝૂંપડપટ્ટીમાં જ્યાં આગ લાગી હતી ત્યાંથી સામાન સમયસર હટાવી શકાયો નહોતો. ઝૂંપડપટ્ટીમાં રાખેલા ગેસ સિલિન્ડર પણ આગની લપેટમાં આવી ગયા હતા અને તે ગેસ સિલિન્ડર રાત્રિ દરમિયાન પણ ફાટતા રહ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે હાજર છે. તેમનું કહેવું છે કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનું આકલન કરી શકાશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *