ગુજરાત ATSએ મધદરિયેથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Gujarat Fight

કચ્છ જખૌની દરિયાઈ સીમામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પૂછપરછ થઈ રહી છે.

ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હેરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. દરમિયાન જખૌની દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

તપાસ દરમિયાન જહાજમાંથી કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત 350 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. હેરોઈન પ્રકરણમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા તરફથી આજે બપોરે 12:00 વાગ્યે ATS ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *