ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પણ કોંગ્રેસમાં નહીં જોડાય. પ્રશાંત કિશોરને કમાન સોંપાય તો જ કોંગ્રેસમાં જોડાવાની નરેશ પટેલની પ્રાથમિક તૈયારી હતી. પ્રશાંત કિશોર સાથે દિલ્લીમાં એક સામાજિક કાર્યક્રમમાં નરેશ પટેલની મુલાકાત થઈ હતી. પ્રશાંત કિશોરની ગેરહાજરીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે.

તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસમાં (Congress) જોડાવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અનેક રાઉન્ડની બેઠકો અને પ્રઝેન્ટેશન બાદ પણ પ્રશાંત કિશોરને કોંગ્રેસની ઓફર પસંદ નથી આવી.