ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી

Gujarat Fight

ગુજરાત રાજ્યમાં આજે ભરઉનાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં જ રાજ્યના વાતાવરણમાં આવશે અચાનક પલટો અને 2 દિવસ પડશે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગના મતે 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેંદ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

21 એપ્રિલે ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડશે માવઠું. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. સાથે જ ભારે પવન પણ ફૂંકાશે,30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બીજી તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. રાજકોટમાં તો ગરમીનો પારો 42.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ.

તો અમરેલીમાં પણ ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *