ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે ભાવનગરમાં સાઈકલ મેરેથોન યોજાઈ

Gujarat Fight

ભાવનગરની સૌથી જૂની અને જાણીતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આજરોજ 1મે ના રોજ ગુજરાત સ્થાપનાદિનના દિવસે નિમિતે સાઈકલ મેરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ, કલેકટર યોગેશકુમાર નીરગુડે, આઈ.જી. અશોકકુમાર યાદવ, ભાવનગરના એ.એસ.પી સફિન હસન ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા.

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સતત 15 માં વર્ષે સાક્ષર ભારતના અભિયાન હેઠળ રોટરી સાયકલોથોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સાયકલોથોન માં મુખ્ય સ્પોન્સર તરીકે ક્રિશ ડેવલોપર્સ (બંસલ ગ્રુપ) અને કો-સ્પોન્સર તરીકે ડાયમંડ ટી.એમ.ટી નો સહયોગ પ્રાપ્ત થયો હતો, વેન્યુ પાર્ટનર તરીકે બી.પી.એસ સ્કૂલ સાથે જોડાયેલ હતી.

દર વર્ષે અવનવા અભિયાન હેઠળ યોજાતી સાયકલોથોનમાં આ વર્ષે સાક્ષર ભારત વિશે લોકોને જાગૃત કરવા લિટરેટ ઇન્ડિયા મેસેજ રાખવામાં આવેલ આવ્યો હતો, આ અભિયાનમાં 8 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 80 વર્ષના લોકોએ ભાગ લીધેલ હતો જેમાં લોંગ રૂટ (30 કી.મી) માં 250 લોકોએ અને શોર્ટ રૂટ (14 કી.મી) માં 2300 લોકોએ ભાગ લીધેલ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *