વડોદરા શહેરની 7 ગુજરાતી શાળાને તાળા વાગી શકે છે. પૂરતા વિદ્યાર્થીઓ મળતા ન હોવાના કારણે શાળા સંચાલકોએ ડી.ઈ.ઓ કચેરીને દરખાસ્ત કરી છે. ડીઇઓ કચેરી ખાતે આ મામલે હિયરિંગ કરી દેવાયું છે. ટૂંક સમયમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની મા-બાપની ઘેલછાને કારણે આ સાત શાળાઓને તાળા લાગી શકે છે. સાત શાળાના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં પ્રવેશ આપી શકે છે.

કઇ ગુજરાતી શાળાઓ બંધ થઈ શકે :-
- જીવન ભારતી સ્કૂલ, કારેલીબાગ
- શ્રી વસંત વિદ્યાલય, રાવપુરા
- ઓમ વિદ્યાલય, ગોરવા
- ન્યુ જીવન ચેતના, છાણી
- ગૌતમ પ્રાથમિક શાળા, દિવાળીપુરા
- સૌરભ વિદ્યાલય, ઓ.પી રોડ
- આત્મન વિદ્યાલય, ઓ.પી રોડ