ગાંધીધામના સેક્ટર 4માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

Gujarat Fight

ગાંધીધામ શહેરના સેક્ટર સેક્ટર 4ના પ્લોટ નંબર 104ના એક રહેણાંક મકાનમાં ગઈકાલ સાંજે 7.30ના અરસામાં લાગેલી એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી ઉઠી હતી. બનાવના પગલે પરિવારના સભ્યો ઘર બહાર દોડી ગયા હતા અને સ્થાનિક સુધારાઈને ઘટનાની જાણ કરી હતી. જેના પગલે પાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ફાયર ફાઇટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગને રાત્રે 9 વાગ્યે કાબુમાં લઈ લીધી હતી. સદભાગ્યે આ આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નહોતી પરંતુ ઘરમાં રહેલુ રાચરચીલું બળી જતા ભારે નુકશાન પહોંચ્યું હતું.

ઉનાળાની ઋતુ દરમિયાન યેનકેન પ્રકારે જિલ્લામાં આગના બનાવો બની રહ્યા છે. તો સખ્ત ગરમી વચ્ચે રાહત આપતા વીજ ઉપકરણોનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે. જેનો સતત ઉપયોગ થતાં ઉપકરણો પણ ગરમ થઇ જતાં બળી જાય છે અથવા તેમાં આગ લાગી ઉઠે છે. આજ પ્રકારે ગાંધીધામ શહેરના રહેણાંક વિસ્તારમાં ચાલુ એસી દરમિયાન આગ લાગી ઉઠી હતી. જેને ફાયર વિભાગના દિપક ગરવા, કેતન પરમાર, કિરણ ફફલ, દિપક મંગિયા, પાર્થ હિંગનાં વગેરેએ કાબુમાં લીધી હતી.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *